English
જો તમે રસ્તા પર રહેતા હો અસુરક્ષિત વ્યક્તિ તરીકેના તમારા અધિકારો વિશે જાણો:
શિકાગોમાં ફેડરલ એન્ફોર્સમેન્ટ
રસ્તા પર રહેતા મિત્રો, કૃપા કરીને આ સાવચેતીઓ રાખજો:
- જાહેર જગ્યાએ સૂતા નહીં. તમારી સુરક્ષા માટે, શક્ય હોય તો શેલ્ટર (આશ્રયસ્થાન) અથવા કોઈ અંદર રહેવાની જગ્યા શોધો. રાષ્ટ્રપતિ કાયદા અમલવારી એજન્સીઓને બહાર સૂતા કોઈ પણ લોકોને બળજબરીથી દૂર કરવાનો અથવા તેમની ધરપકડ કરવાનો આદેશ આપી શકે છે.
- હંમેશાં તમારો ફોટો આઈડી સાથે રાખજો. મહત્વના કાગળો જેમ કે Social Security card (સોશિયલ સિક્યુરિટી કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્ર) અને લાગણીસભર વસ્તુઓ (પરિવારના ફોટા, સ્મૃતિચિહ્નો) કોઈ વિશ્વાસુ વ્યક્તિ (પરિવાર, મિત્ર, અથવા case manager – કેસ મેનેજર) પાસે સુરક્ષિત રાખજો.
- આપત્તિ સમયે સંપર્ક કરી શકાય એવા વ્યક્તિ (જેમકે પરિવારજન, મિત્ર અથવા કેસ મેનેજર) નો ફોન નંબર હંમેશા સાથે રાખજો.
- તમારી દવાઓ અને તેમની યાદી હંમેશાં તમારી પાસે રાખજો.
- જો તમારી પાસે ફોન હોય તો તેને હંમેશાં ચાર્જ કરીને રાખવાનો પ્રયત્ન કરજો.
જો તમને શેલ્ટર જોઈતું હોય તો:
- પહેલા વિચારજો કે શું તમે થોડા સમય માટે કોઈ ઓળખીતા-પાળખીતા પાસે કામચલાઉ ધોરણે રહી શકશો કે નહીં.
- જો તમને ચોક્કસ શેલ્ટર જોઈતું હોય તો 3-1-1 પર ફોન કરો. તમારો Service Request (SR) (સેવા વિનંતી) નંબર લખી રાખજો. 3-1-1 પર ફોન કરતી વખતે સાફ જણાવજો કે તમે રસ્તા પર રહો છો અને તમને શેલ્ટરની જરૂર છે. યાદ રાખજો કે શેલ્ટરની ક્ષમતા મર્યાદિત હોઈ શકે છે અને તે હંમેશાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે.
- વ્યક્તિગત રીતે શેલ્ટરની વિનંતી કરવા માટે એકલ પુખ્ત વયના લોકો 241 એસ. હેલ્સ્ટેડ પર રહેલ Shelter Placement and Resource Center (શેલ્ટર પ્લેસમેન્ટ એન્ડ રિસોર્સ સેન્ટર) (SPARC) ની મુલાકાત લઇ શકે છે. જગ્યા ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવા માટે 773-526-3707 પર કોલ કરો. દિવસના 24 કલાક 3-1-1 પર શેલ્ટર માટે વિનંતી કરી શકાય છે. વળી ક્ષમતા હોય કે ન હોય ત્યાં સાઇટ પર મદદ પણ મળે છે.
- જો તમારા બાળકો નાનાં હોય, તો પરિવાર માટે પણ વ્યક્તિગત રીતે 924 એન. ક્રિસ્ટીના ખાતે સ્થિત The Salvation Army Emergency Assessment and Resource Center (ધ સેલ્વેશન આર્મી ઇમરજન્સી એસેસમેન્ટ એન્ડ રિસોર્સ સેન્ટર, EHARC) પર રૂબરૂમાં શેલ્ટર માટે વિનંતી કરી શકાય છે.
પોલીસ અથવા ફેડરલ અધિકારીઓ સાથે વાત કરતી વખતે:
- શાંત રહો: તેમને જણાવો કે “હું મૌન રહેવાનો મારો અધિકાર વાપરી રહ્યો છું” અને “હું મારા શરીર અથવા મિલકતની તપાસ માટે સંમતિ આપતો નથી.”
- જો કોઈ અધિકારી તમને કઈં પણ પ્રશ્ન પૂછે, તો યાદ રાખો – તમને મૌન રહેવાનો અધિકાર છે. તમને કોઈ વ્યક્તિ તમારા ઇમિગ્રેશન અથવા નાગરિકતા વિશે બોલવાની ફરજ નથી પાડી શકતી.
- જો ક્રિમિનલ ચાર્જ હેઠળ તમારી ધરપકડ થાય, તો તમને સરકાર દ્વારા નિમાયેલ વકીલ મેળવવાનો અધિકાર છે. પરંતુ જો તમને તમારા શંકાસ્પદ ઇમિગ્રેશન સ્ટેટસના કારણે અટકાવવામાં આવે, તો તમને વકીલ મેળવવાનો અધિકાર તો છે, પરંતુ સરકાર તમારે માટે વકીલ આપશે નહીં.
- સામાન ખસેડો: જો તમારો સામાન ફૂટપાથ, જાહેર માર્ગ, ખાનગી નિવાસ કે કોઈ બિઝનેસને અવરોધે છે, તો તમે તમારો સામાન પેક કરીને ખસેડવાની અને/અથવા અલગ સ્થાને ચાલ્યા જવાની ઓફર કરો.
- તેઓને પૂછો કે શું હું જઈ શકું છું?: જો અધિકારી કહે કે હા, તો તરત જ ચાલ્યા જશો. જો તેઓ ના કહે તો ધરપકડ કરનાર અધિકારી (યુનિફોર્મ, બેજ નંબર, નામ) અને સાક્ષીઓ વિશે બધી જ વિગતો યાદ રાખવાનો પ્રયત્ન કરો. તરત જ તેઓને જણાવો કે “હું વકીલ સાથે વાત કરવા માંગું છું.”
- જો તમારા કોઈ પણ સામાનને નુકસાન થાય કે તેને દૂર કરવામાં આવે, તો તુરંત ગુમ થયેલી વસ્તુઓની એક યાદી બનાવો.
- અમને કૉલ કરો: જ્યારે શક્ય હોય ત્યારે ફેડરલ ટુકડીઓ અથવા કાયદાની અમલ-બજવણી સાથેના તમારા અનુભવની જાણ કરવા માટે શિકાગો કોએલિશન ટુ એન્ડ હોમલેસનેસને 1-800-940-1119 પર કૉલ કરો.
